અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ. વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે. આધૂનિક પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલ અને મલ્ટીમીડીયા તેમજ પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ આધારીત આ એવો નિ:શુલ્ક કાર્યક્રમ છે કે જે દ્વારા કોલેજમાં ભણતા યુવાનોનું એવી યુવાશક્તિમાં રૂપાંતર થાય કે જેમના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્ના હોય જેથી ભવિષ્યના ભારતને વર્તમાનની તુલનામાં વધુ સુવ્યવસ્થિત, સલામત, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવી શકાય. પ્રગતિ માટે પ્રેરણા અને પ્રશિક્ષણ દ્વારા પરિવર્તનશીલ બનવું હવે અનિવાર્ય છે. ભારત આપણો દેશ છે. ભારતના ભવિષ્યનો આધાર આપણી આજની વિચારધારા અને વર્તમાન વ્યવસ્થા પર છે. ભૂતકાળના પ્રસંગો અને અનુભવોને આધારે આજની વણસતી જતી પરિસ્થિતિને જો અંકૂશમાં લેવાનું કામ આપણે આજે નહિ કરીએ તો પ્રગતિને આડે આવતા અવરોધો નીચે કચડાઇ જશું. વિકાસશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે તમામ અવરોધો અને ભ્રષ્ટ વ્યવસ્થાને પણ દુરસ્ત કરવાની છે. કાર્યક્રમની રૂપરેખા. મુખ્ય મુદ્દાઓ –
ચર્ચા, ચિંતન અને અમલીકરણ – • માનવ જીવનના મૂળભૂત મૂલ્યો • ભારતિય સંસ્કૃતિ અને તેનો વારસો • સરળ અને સ્વાભાવિક જીવન • સંતોષ અને આનંદ સભર જીવન • વહિવટી તંત્ર અને તેની કામગીરી • વ્યવહાર અને વ્યવસ્થા • ધાર્મિકતા અને રાષ્ટ્રીયતા • બૌદ્ધીક, ભાવનાત્મક અને આદ્યાત્મિક શક્તિ • નીતિ અને નિષ્ઠા. • નીડરતા, નિર્ભયતા અને નમ્રતા. • પરિણામ અને પરિશ્રમ. • આવડત અને કૌશલ્ય • સંકલન અને સમન્વય • આધુનિકતા અને આદ્યાત્મિકતા • વૃધ્ધિ અને વિકાસ. • અંગત, સામાજીક અને વ્યાવસાયિક જીવનનું સમતોલન. • પારિવારિક અને સામાજીક સમસ્યાઓ અને તેના ઉકેલ. • જાહેર જીવન અને વ્યાવસાયિક સમસ્યાઓ અને તેના ઉકેલ. તાલીમ પધ્ધતિ – • સ્થાનિક ચર્ચા સભા • પુસ્તકો અને મલ્ટીમીડીયા ઉપકરણો • વિડિયો ફિલ્મ • જૂથ ચર્ચા • પ્રત્યક્ષ પરિચય અને મુલાકાત • પ્રશ્નોત્તરી. કાર્યક્રમના આયોજન અને સંચાલન અંગે –
તસવીરો – કાર્યક્ષેત્ર / સંપર્કસૂત્રો–
શુભેચ્છકો – Well Wishers & Friends - Click here |
|