|
Margdarshan |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કચ્છ પ્રવાસ – 22.11.2010 થી 28.02.2011 કચ્છ પ્રવાસની રૂપરેખા – ડીસા, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, રાધનપૂર, સાંતળપૂર, રાપર, ભચાઉ, સામખીયાળી, અંજાર, ભૂજ, ખાવડા, ભૂજ, નખત્રાણા, લખપત, કોટેશ્વર, નારાયણ સરોવર, નળીયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, કંડલા, માળીયા થઇને મોરબી.
To
Download
------------------------------------------- અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ. વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે. અમે ઇચ્છીએ છીએ કે, તમારા વિસ્તારમાં આવેલ શૈક્ષણિક, સામાજીક, વ્યાવસાયિક કે ઔદ્યોગિક સંસ્થાના સહયોગ / ઉપક્રમે અમારા આ કાર્યક્રમનું આયોજન થાય. અમે જોયું છે કે,
તમને નથી લાગતું કે આ આપણી સંયુક્ત જવાબદારી અને ફરજ છે ? બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા રાષ્ટ્રના નીડર, નિર્ભય અને નમ્ર નાગરીક બનાવવાના આ અભિયાન માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં જરૂરિયાત મુજબ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી એવો પ્રેરણાદાયી વિડિયો ફિલ્મોનો આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ન નફો અને ન ખોટ ને ધોરણે સંચાલન કરવા ઇરાદો છે. કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરશો ?
૧. અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર અને એસેસરીઝ સાથે પેટ્રોલ અને સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાન દ્વારા તમારા વિસ્તારમાં વસતાં બાળકો, યુવાનો અને મહિલાઓને આ ફિલ્મોનો લાભ આપીશું. ૨. દર સપ્તાહે ૨૦ થી ૨૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલ નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઇને નીચે જણાવ્યા મુજબ કુલ ૧૨ થી ૧૬ જેટલા ફિલ્મ શોનું સંચાલન કરવાની અમારી તૈયારી છે. ૩. શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમ્યાન પ્રવાસ કરીને અમે યાત્રા આગળ વધારીશું. ૪. સંસ્થાએ સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે. ૫. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે. ૬. જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું. ૭. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું. ૮. અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. ) ૯. ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ. ૧૦. અમારી મારૂતિવાન માટે જરૂરીઆત મુજબ આવવા–જવાનું બળતણ, તમારી સાથે સાદું રોકાણ, સાત્વિક ભોજન અને આત્મિય મહેમાનગતિ એ જ અમારું મહેનતાણું. ૧૧. તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તે આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા જરૂરી પેટ્રોલ અને સી.એન.જી ખરીદવા તેમજ સંદેશ વ્યવહાર માટે અમને ઉપયોગી થઇ પડશે.
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||